102 - At-Takaathur ()

|

(1) ૧) વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા છે.

(2) ૨) એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા.

(3) ૩) કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો.

(4) ૪) કદાપિ નહીં, ફરી ટૂંક સમયમાં તમે જાણી લેશો.

(5) ૫) કદાપિ નહીં, જો તમે ખરેખર જાણી લેતા.

(6) ૬) યકીન રાખો તમે જહન્નમને જરૂર જોશો.

(7) ૭) અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો.

(8) ૮) ફરી તે દિવસે જરૂર તમને નેઅમતો બાબતે પુછતાછ કરવામાં આવશે.