95 - At-Tin ()

|

(1) ૧) અંજીર અને જેતૂનની કસમ!

(2) ૨) અને તૂરે સૈનાની કસમ !

(3) ૩) અને તે શાંતિવાળા શહેર(મક્કા) ની.

(4) ૪) નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ.

(5) ૫) પછી તેને નીચામાં નીચો કરી દીધો.

(6) ૬) પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને (પછી) સદકાર્યો કર્યા તો તેમના માટે એવો બદલો છે, જે કદાપિ ખત્મ નહીં થાય.

(7) ૭) બસ ! (હે માનવી) ત્યારપછી તે કઈ વસ્તુ છે, જે તને બદલાના દિવસને જુઠલાવવા પર ઉભારે છે.

(8) ૮) શું અલ્લાહ તઆલા (બધા) હાકિમો કરતા મહાન હાકિમ નથી?