92 - Al-Lail ()

|

(1) ૧) રાતની કસમ, જ્યારે તે છવાઇ જાય.

(2) ૨) કસમ છે દિવસની, જ્યારે તે પ્રકાશિત થાય.

(3) ૩)તે હસ્તીની કસમ ! જેણે નર અને માદાનું સર્જન કર્યુ.

(4) ૪) નિ:શંક તમારો પ્રયાસ વિવિધ પ્રકારનો છે.

(5) ૫) પછી જે વ્યક્તિએ (અલ્લાહના માર્ગમાં) માલ આપ્યો અને ડરવા પણ લાગ્યો.

(6) ૬) અને સારી વાતોની પુષ્ટિ કરી.

(7) ૭) તો અમે પણ તેને સરળ માર્ગ પર ચાલવાની સહુલત આપીશું.

(8) ૮) પરંતુ જેણે કંજુસી કરી અને બેપરવાહ બની ગયો.

(9) ૯) અને સારી વાતોને જુઠલાવી

(10) ૧૦) તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી દઇશું.

(11) ૧૧) અને જ્યારે તે (જહન્નમમાં) પડશે, તેનું ધન તેને કઈ કામમાં નહીં આવે.

(12) ૧૨) નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે.

(13) ૧૩) અને આખિરત તેમજ દુનિયા (બન્નેના) માલિક અમે જ છે.

(14) ૧૪) મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે.

(15) ૧૫) જેમાં ફકત વિદ્રોહી જ દાખલ થશે.

(16) ૧૬) જેણે જુઠલાવ્યું અને મોઢું ફેરવી લીધું.

(17) ૧૭) અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે, જે ખુબ જ સંયમી હશે.

(18) ૧૮) જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે.

(19) ૧૯) તેના અપર કોઈનો કઈ અહેસાન ન હતો, જેનો તે બદલો ચૂકવતો.

(20) ૨૦) પરંતુ તેણે પોતાના સર્વોચ્ચ પાલનહારની પ્રસન્નતા માટે (માલ ખર્ચ કર્યો.)

(21) ૨૧) નિ:શંક નજીક માંજ તે ખુશ થઇ જશે.