(1) ૧) શું તમે તે વ્યક્તિને જોયો, જે બદલાના દિવસને જુઠલાવે છે ?
(2) ૨) તે તો છે, જે અનાથને ધક્કા મારે છે,
(3) ૩) અને ગરીબને ખવડાવવા માટે પ્રોત્સાહન પણ નથી આપતો.
(4) ૪) પછી એવા નમાઝીઓ માટે (પણ) વિનાશ છે.
(5) ૫) જેઓ પોતાની નમાઝથી ગાફેલ છે.
(6) ૬) જેઓ દેખાડો કરે છે,
(7) ૭) અને બીજાને સામાન્ય વસ્તુઓ આપવાનો પણ ઇન્કાર કરે છે.