76 - Al-Insaan ()

|

(1) ૧) શું માનવી ઉપર એક એવો સમય પણ વિત્યો છે, જ્યારે તે કઇંજ નોંધપાત્ર વસ્તુ નહતો.

(2) ૨) નિ:શંક અમે માનવીને મિશ્રિત વીર્યના ટીપામાંથી પૈદા કર્યો. અને તેને સાંભળવવાળો, જોવાવાળો બનાવ્યો.

(3) ૩) અમે તેને માર્ગ બતાવ્યો, હવે ચાહે તો તે આભારી બને અથવા તો કૃતધ્ની.

(4) ૪) નિ:શંક અમે કાફીરો માટે સાંકળો અને તોક અને ભભૂકતી આગ તૈયાર કરી રાખી છે.

(5) ૫) નિ:શંક સદાચારી લોકો શરાબના તે જામ પીશે. જેનું મિશ્ર્રણ કપૂરનું હશે.

(6) ૬) જે એક ઝરણું છે, જેમાંથી અલ્લાહના બંદાઓ પીશે, તેની શાખાઓ જ્યાં ઈચ્છશે , ત્યાં કાઢી લઇ જશે.

(7) ૭) આ તે લોકો હશે, જેઓ પોતાની નઝર પુરી કરે છે. અને તે દિવસથી ડરે છે, જેની આપત્તિ ચારેય બાજુ ફેલાયેલી હશે.

(8) ૮) અને પોતે ખાવાની મનેચ્છા હોવા છતાં તેઓ લાચાર, અનાથ અને કેદીઓને ખવડાવી દે છે.

(9) ૯) અમે તેમને કહે છે કે અમે તો ફક્ત અલ્લાહ તઆલાની પ્રસન્નતા માટે તમને ખવડાવીએ છીએ. અમે તમારી પાસે કોઈ બદલો નથી માંગતા અને ન તો કોઈ આભાર ઈચ્છીએ છીએ.

(10) ૧૦) નિ:શંક અમે પોતાના પાલનહારથી તે દિવસ નો ડર રાખીએ છીએ, જે દિવસે ચહેરા અત્યંત નાખુશ હશે.

(11) ૧૧) બસ ! તેમને અલ્લાહ તઆલાએ તે દિવસની આપત્તિથી બચાવી લેશે અને તેમને તાજગી અને ખુશી પહોંચાડશે.

(12) ૧૨) અને તેમને તેમના સબરના બદલામાં જન્નત અને રેશમી પોશાક આપશે.

(13) ૧૩) તે ત્યાં આસનો પર તકિયા લગાવીને બેઠા હશે, ન તો ત્યાં તડકો જોશે ન તો ઠંડીની ઉગ્રતા.

(14) ૧૪) તે જન્નતોમાં વ્રુક્ષોના છાયા તેમના પર ઝૂકેલા હશે અને તેના (ફળ અને) ગુચ્છા નીચે લટકેલા હશે.

(15) ૧૫) અને તેમના પર ચાંદીના વાસણો અને તે જામના પ્યાલા ફેરવવામાં આવશે, જે કાચના હશે.

(16) ૧૬) કાચ પણ એવા, જે ચાંદીના હશે અને તેને એક ખાસ પદ્ધતિથી બનાવ્યા હશે.

(17) ૧૭) અને તેમને ત્યાં તે જામ પીવડાવવામાં આવશે, જેનું મિશ્રણ ઝંજબીલ (સૂઠ,સુંકુ આદુ) હશે.

(18) ૧૮) આ જન્નતમાં એક ઝરણું હશે, જેનું નામ સલસબીલ છે.

(19) ૧૯) અને તેમની એવા માટે એવા બાળકો ફરતા હશે, જેં હંમેશા બાળકો જ રહેશે. જ્યારે તમે તેમને જોશો તો એવું સમજ્શો કે તેઓ વિખેરાયેલા ખરા મોતી છે.

(20) ૨૦) તમે જ્યાં પણ નજર દોડાવશો, નેઅમતો જ નેઅમતો જોશો અને મહાન સત્તાને જોશો.

(21) ૨૧) તેમના શરીરો પર પાતળા રેશમના લીલા કપડા હશે અને તેમને ચાંદીના કંગનના આભૂષણ પહેરાવવામાં આવશે અને તેમને તેમનો પાલનહાર શુધ્ધ પવિત્ર શરાબ પીવડાવશે.

(22) ૨૨) (કહેવામાં આવશે) કે આ છે, તમારા કાર્યોનો બદલો અને તમારા પ્રયાસોની કદર કરવામાં આવી.

(23) ૨૩) (હે નબી) અમે જ આ કુરઆન તમારા પર થોડું થોડું કરીને ઉતાર્યું છે.

(24) ૨૪) એટલા માટે તમે પોતાના પાલનહારના આદેશ પ્રમાણે સબર કરો અને તેમાંથી કોઇ પાપી અથવા દુરાચારીનું કહયુ ન માનશો.

(25) ૨૫) અને સવાર-સાંજ પોતાના પાલનહારનું નામ યાદ કરતા રહો.

(26) ૨૬) અને રાતના સમયે પણ તેની સામે સિજદા કરો અને રાતનો વધુ ભાગ તેની તસ્બીહ કરતાં રહો.

(27) ૨૭) નિ:શંક આ લોકો ઝડપથી મળવાવાળી (દુનિયા) ને ચાહે છે. અને તેમની આગળ એક ભારે દિવસને છોડી દે છે.

(28) ૨૮) અમે જ તેમનું સર્જન કર્યુ અને અમે જ તેમના જોડોને અને બંધનને મજબૂત બનાવ્યા. અને અમે જ્યારે ઇચ્છીશું તેના બદલામાં તેમના જેવા બીજા લોકોને લઈ આવીશું.

(29) ૨૯) ખરેખર આ (કુરઆન) તો એક શિખામણ છે, બસ ! જે ઇચ્છે પોતાના પાલનહારના માર્ગ પર ચાલે.

(30) ૩૦) અને તમે તેની જ ઈચ્છા કરી શકો છો, જે અલ્લાહ ઈચ્છતો હોય, નિ:શંક અલ્લાહ તઆલા જ્ઞાનવાળો અને હિકમતવાળો છે.

(31) ૩૧) જેને ઇચ્છે, તેને પોતાની કૃપામાં દાખલ કરી લે છે . અને જાલિમ લોકો માટે તેણે દુ:ખદાયી અઝાબ તૈયાર કરી રાખ્યો છે.