91 - Ash-Shams ()

|

(1) ૧) સૂર્ય અને તેના તડકાની કસમ !

(2) ૨) અને ચદ્રની, જ્યારે તે તેની પાછળ આવે.

(3) ૩) અને દિવસની કસમ, જ્યારે તે સૂર્યને પ્રગટ કરે.

(4) ૪) અને રાતની કસમ, જ્યારે તે તેને ઢાકી દેં.

(5) ૫) કસમ છે આકાશની અને તે હસ્તીની જેણે તેને બનાવ્યું.

(6) ૬) અને ધરતીની કસમ, અને તે હસ્તીની જેણે તેને પાથરી દીધી.

(7) ૭) કસમ છે, પ્રાણની અને તેની, જેણે તેને ઠીક કરી બનાવ્યું.

(8) ૮) પછી તેના દિલમાં તે વાતો પણ નાખી દીધી, જે તેના માટે ખરાબ હોય અને તે વાતો પણ, જે તેના માટે ડરવાવાળી હોય.

(9) ૯) સફળ તે બની ગયો, જેણે પોતાના મનને સુધારી દીધું.

(10) ૧૦) અને જેણે તેને મેલુ કર્યુ તે નિષ્ફળ થયો

(11) ૧૧) (કોમ) ષમૂદે પોતાના વિદ્રોહના કારણે (સત્યને) જુઠલાવ્યું.

(12) ૧૨) જ્યારે તેમના માંનો મોટો દુર્ભાગી વ્યક્તિ ઉભો થયો.

(13) ૧૩) તેમને અલ્લાહના પયગંબરે કહી દીધુ હતું કે અલ્લાહ તઆલાની ઊંટણીઅને તેની પીવાનીવારી ની (સુરક્ષા કરો).

(14) ૧૪) તે લોકોએ પોતાના પયગંબરને જુઠલાવ્યા, તે ઊંટણી ના હાથ-પગ કાપી નાખ્યા. બસ ! તેમના પાલનહારે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર એવી આપત્તિ ઉતારી કે તેમને નષ્ટ કરી સપાટ કરી દીધા.

(15) ૧૫) અને તે આવી નષ્ટતાના પરિણામથી ડરતો નથી.