(1) ૧) જ્યારે તમારી પાસે મુનાફિકો (ઢોંગીઓ) આવે છે તો કહે છે કે અમે આ વાતની સાક્ષી આપીએ છીએ કે નિ:શંક તમે જ અલ્લાહના પયગંબર છો, અને અલ્લાહ જાણે છે કે ખરેખર તમે અલ્લાહના પયગંબર છો અને અલ્લાહ સાક્ષી આપે છે કે આ મુનાફિકો તદ્દન જુઠા છે.
(2) ૨) તેઓએ પોતાની સોગંદોને ઢાલ બનાવી રાખી છે, પછી આ લોકો બીજાને અલ્લાહના માર્ગથી રોકે છે, ખૂબ જ ખરાબ છે તે કાર્ય, જે તેઓ કરી રહ્યા છે.
(3) ૩) આ એટલા માટે કે તેઓ ઇમાન લાવ્યા અને પછી કુફ્ર કર્યું , તો તેઓના હૃદયો ઉપર મહોર લગાવી દેવામાં આવી, હવે આ લોકો કઈ સમજતા નથી.
(4) ૪) જ્યારે તમે તેમને જોઇ લો તો તેમના શરીર તમાને શાનદાર લાગે છે, અને જો તેમની વાતો સાંભળો તો સાંભળતા જ રહી જાઓ, તેમનું ઉદાહરણ એવું છે, જેવું કે એવી લાકડીઓ, જેને ટેકા સાથે લગાવેલી હોય, આ લોકો દરેક (સખત) અવાજને પોતાના વિરૂધ્ધ સમજે છે, આ જ ખરેખર તમાર દુશ્મનો છે, એટલા માટે તેમનાથી સચેત રહો,, અલ્લાહ તેઓને નષ્ટ કરે, કયાં ઊંધા ફરી રહ્યા છે?
(5) ૫) અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે આવો ! (જેથી) અલ્લાહના પયગંબર તમારા માટે માફી તલબ કરે, તો પોતાના માથા હલાવે છે અને તમે જોશો કે તે ઘંમડ કરતા રૂકી જાય છે.
(6) ૬) (હે પયગંબર! ) તમે તેમના માટે માફી માંગો અથવા ન માંગો, બન્ને બરાબર છે, (કારણકે) અલ્લાહતઆલા તેમને કદાપિ માફ નહીં કરે. નિ:શંક અલ્લાહ તઆલા (આવા) અવજ્ઞકારી લોકોને હિદાયત નથી આપતો.
(7) ૭) આ જ તે લોકો છે, જેઓ કહે છે કે જે લોકો પયગંબર સાથે છે તેઓના પર કંઇ ખર્ચ ન કરો અહીં સુધી કે તેઓ વિખેરાય જાય, જો કે આકાશો અને ધરતીના બધા ખજાના અલ્લાહની પાસે છે, પરંતુ આ મુનાફિકો સમજતા નથી.
(8) ૮) આ લોકો કહે છે કે જો અમે પાછા ફરી મદીના જઇશું તો ત્યાંનો ઇઝઝતદાર વ્યક્તિ તુચ્છ વ્યક્તિને કાઢી મુકશે, જો કે દરેક પ્રકારની ઇઝઝત તો ફકત અલ્લાહ, તેના પયગંબર અને મોમિનો માટે છે, પરંતુ આ મુનાફિકો આ વાત જાણતા નથી.
(9) ૯) હે મુસલમાનો ! તમારુ ધન અને તમારી સંતાન તમને અલ્લાહની યાદથી વંચિત ન કરી દે અને જે આવું કરશે તે ખૂબ જ નુકસાનમાં રહેશે.
(10) ૧૦) અને જે કંઇ પણ અમે તમને આપી રાખ્યું છે, તેમાંથી (અમારા માર્ગમાં) તે પહેલા ખર્ચ કરો કે તમારા માંથી કોઇનું મૃત્યુ આવી જાય તો તે કહેવા લાગે કે હે મારા પાલનહાર ! મને તે થોડાક સમયની છૂટ કેમ ન આપી? કે હું સદકો કરતો અને સદાચારી લોકોમાં થઇ જતો.
(11) ૧૧) અને જ્યારે કોઇનો નક્કી કરેલ સમય આવી પહોંચે છે પછી તેને અલ્લાહતઆલા કદાપિ છુટ નથી આપતો અને જે કંઇ પણ તમે કરો છો તેને અલ્લાહ તઆલા ખૂબ જ સારી રીતે જાણે છે.