(1) ૧) કસમ છે, તે ઘોડાઓની જે દોડતી વખતે હાંફતા હોય.
(2) ૨) પછી તેમની જેઓ ટાપ મારીને અંગારા ઉડાવે છે.
(3) ૩) પછી વહેલી સવારે છાપા મારનારની કસમ !
(4) ૪) બસ ! તે વખતે ધુળ ઉડાવે છે.
(5) ૫) પછી તે જ સ્થિતિમાં લશ્કરના ટોળામાં ઘુસી જાય છે.
(6) ૬) ખરેખર માનવી પોતાના પાલનહારનો ખુબ જ કૃતઘ્ની છે.
(7) ૭) અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે.
(8) ૮) તે માલના મોંહમાં સખત પડ્યો છે.
(9) ૯) શું તે જાણતો નથી કે કબરોમાં જે (કંઇ) છે, જ્યારે તે કાઢી લેવામાં આવશે.
(10) ૧૦) અને હૃદયોની છુપી વાતો જાહેર કરવામાં આવશે.
(11) ૧૧) તો તે દિવસે તેમનો પાલનહાર તેમની સપૂર્ણ સ્થિતિથી વાકેફ હશે.