101 - Al-Qaari'a ()

|

(1) ૧) ખટખટાવી નાખનાર.

(2) ૨) શું છે તે ખટખટાવી નાખનાર.

(3) ૩) તમને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે?

(4) ૪) જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે.

(5) ૫) અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે.

(6) ૬) પછી જેના પલડું ભારે હશે.

(7) ૭) તો તેઓ મનપસંદ જીવનમાં હશે.

(8) ૮) અને જેનું પલડું હલકું હશે.

(9) ૯) તેમનું ઠેકાણું હાવિયહ છે.

(10) ૧૦) તમને શું ખબર કે તે શું છે ?

(11) ૧૧) ભડકે બળતી આગ (છે).