(1) ૧) તમે કહી દો ! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું.
(2) ૨) જે લોકોનો બાદશાહ છે.
(3) ૩) જે લોકોનો મઅબૂદ છે.
(4) ૪) તે વસ્વસો નાખનારની બુરાઈથી, હે (વસ્વસો નાખી) પાછળ હટી જાય છે.
(5) ૫) જે લોકોના દિલોમાં વસ્વસો નાખે છે.
(6) ૬) (પછી) તે જિન્નાતો માંથી હોય અથવા તો મનુષ્યો માંથી.