(1) ૧) તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું.
(2) ૨) દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી.
(3) ૩) અને અંધારી રાત્રિની બુરાઇથી, જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય.
(4) ૪) અને ગાંઠ (લગાવીને) તેમાં ફુંકનારની બુરાઇથી (પણ).
(5) ૫) અને ઇર્ષા કરનારાઓની બુરાઇથી, જ્યારે તે ઇર્ષા કરે.