61 - As-Saff ()

|

(1) ૧) આકાશો અને ધરતીની દરેક દરેક વસ્તુઓ અલ્લાહ તઆલાની તસ્બીહ કરી રહી છે અને તે વિજયી અને હિકમતવાળો છે.

(2) ૨) હે ઇમાનવાળાઓ ! તમે તે વાત કેમ કહો છો જે (પોતે) કરતા નથી.

(3) ૩) અલ્લાહ તઆલાને સખત નાપસંદ છે કે તમે એ વાત કહો, જે કરતા નથી.

(4) ૪) નિ:શંક અલ્લાહ તઆલા તે લોકોને પસંદ કરે છે, જે લોકો તેના માર્ગમાં કતારબંધ જિહાદ કરે છે. જેવું કે તેઓ એક સીસું પીગળાયેલી દીવાલ હોય.

(5) ૫) અને (તે વાત યાદ કરો) જ્યારે કે મૂસાએ પોતાની કોમને કહ્યું “ હે મારી કોમના લોકો! તમે મને કેમ સતાવી રહ્યા છો જ્યારે કે તમે (ખૂબ સારી રીતે) જાણો છો કે હું તમારી સમક્ષ અલ્લાહનો પયગંબર છું. બસ જ્યારે તે લોકો આડા જ રહ્યા તો અલ્લાહએ તેમના દિલોને (વધારે) આડા કરી દીધા અને અલ્લાહ તઆલા અવજ્ઞાકારી લોકોને સાચો માર્ગ નથી આપતો.

(6) ૬) અને જ્યારે ઈસા ઇબ્ને મરયમ એ કહ્યું હે બની ઇસ્રાઇલ ! હું તમારી તરફ અલ્લાહનો પયગંબર છું, અને હું એ તૌરાતની પુષ્ટિ કરું છું, જે મારા કરતા પહેલા ઉતારવામાં આવી, અને મારા પછી આવનાર એક પયગંબરની હું તમને શુભ સુચના આપનારો છું, જેનું નામ અહમદ છે, પછી જ્યારે તે પયગંબર તેમની પાસે સ્પષ્ટ પૂરાવા લઇ આવી ગયા, તો કહેવા લાગ્યા કે આ તો ખુલ્લુ જાદુ છે.

(7) ૭) તે વ્યક્તિથી વધારે જાલિમ કોણ હોઈ શકે છે, જે અલ્લાહ પર જુઠો આરોપ લગાવે , જ્યારે કે તેને ઇસ્લામ તરફ બોલાવવામાં આવી રહ્યો છે અને અલ્લાહ આવા જાલિમ લોકોને હિદાયત નથી આપતો.

(8) ૮) તે ઇચ્છે છે કે અલ્લાહના પ્રકાશને ફૂંક મારીને ઓલવી દેં અને અલ્લાહ પોતાના પ્રકાશને પૂરું કરીને જ રહેશે, ભલેને કાફિરોને ખરાબ લાગે.

(9) ૯) તે જ છે, જેણે પોતાના પયગંબરને હિદાયત અને સાચો દીન આપીને મોકલ્યા, જેથી તેને દરેક દીન પર વિજેતા બનાવી દે, ભલેને મુશરિક લોકો રાજી ન હોય.

(10) ૧૦) હે ઇમાનવાળાઓ ! શું હું તમને તે વેપાર બતાવું, જે તમને દુ:ખદાયી અઝાબથી બચાવી લે ?

(11) ૧૧) અલ્લાહ તઆલા અને તેના રસૂલ પર ઇમાન લાવો અને અલ્લાહના માર્ગમાં પોતાનું ધન અને તન વડે જિહાદ કરો, જો તમે જાણતા હોવ, તો આ જ તમારા માટે ઉત્તમ છે .

(12) ૧૨) અલ્લાહ તઆલા તમારા ગુનાહ માફ કરી દેશે અને તમને તે જન્નતોમાં પહોંચાડશે જેના નીચે નહેરો વહી રહી હશે અને પાક ઘરોમાં, જે જન્નત અદ્દન (જન્નતના નામોમાંથી એક નામ) માં હશે, આ જ ભવ્ય સફળતા છે.

(13) ૧૩) અને તમને એક બીજી (નેઅમત) પણ આપશે, જેને તમે પસંદ કરો છો, તે છે અલ્લાહની મદદ અને નજીકમાં જ (પ્રાપ્ત થવાવાળો) વિજય, તમે ઇમાનવાળાઓને આ વિશે શુભ સુચના આપી દો.

(14) ૧૪) હે ઇમાનવાળાઓ ! તમે અલ્લાહ તઆલાના (દીનના) મદદ કરનારા બની જાવ, જેવું કે ઈસા બિન મરયમે પોતાના સાથીઓને કહ્યું, હતું કે અલ્લાહ તરફ (બોલાવવામાં) કોણ મારી મદદ કરશે? તો સાથીઓએ કહ્યું અમે અલ્લાહના (દીનના) મદદ કરનાર છે, પછી ! બની ઇસ્રાઇલમાંથી એક જૂથ ઇમાન લઈ લાવ્યો અને એક જૂથે ઇન્કાર કર્યો. પછી અમે ઈમાન લાવનારા લોકોની તેમના દુશ્મનો વિરૂદ્વ મદદ કરી, તો તેઓ જ વિજયી રહ્યા.