97 - Al-Qadr ()

|

(1) ૧) અમે આ (કુરઆન) ને કદ્રની રાતમાં ઉતાર્યુ.

(2) ૨) અને તમને શું ખબર કે કદ્રની રાત શું છે ?

(3) ૩) કદ્રની રાત એક હજાર મહીનાઓથી ઉત્તમ રાત છે.

(4) ૪) તે (રાતમાં) ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ ) પોતાના પાલનહારના આદેશથી દરેક કામ માટે ઉતરે છે.

(5) ૫) આ રાત્રિ સંપૂર્ણ સલામતી વાળી હોય છે અને ફજરના ઉદય સુધી (રહે છે).