(1) ૧) જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે.
(2) ૨) અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે.
(3) ૩) માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ છે ?
(4) ૪) તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે.
(5) ૫) એટલા માટે કે તમારા પાલનહારે તેને આ જ આદેશ આપ્યો હશે.
(6) ૬) તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે.
(7) ૭) બસ ! જેણે રજ બરાબર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.
(8) ૮) અને જેણે રજ બરાબર બુરાઇ કરી હશે, તેપણ તેને જોઇ લેશે.