(1) ૧) જમાનાની કસમ !
(2) ૨) ખરેખર માનવી નુકસાનમાં છે.
(3) ૩) સિવાય તે લોકોના, જેઓ ઇમાન લાવ્યા, અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજાને સબરની શિખામણ આપતા રહ્યા.