(1) ૧) દરેક મેણા-ટોણા મારનાર તેમજ નિંદા કરનાર માટે વિનાશ છે.
(2) ૨) જેણે ધન ભેગું કર્યું, અને ગણી-ગણીને રાખ્યું.
(3) ૩) તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે.
(4) ૪) કદાપિ નહીં, તેને જરૂર તોડીફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે.
(5) ૫) અને તમને શું ખબર કે તોડીફોડી નાખનાર આગ કેવી હશે ?
(6) ૬) અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે.
(7) ૭) જે હૃદયો પર ચઢતી જશે.
(8) ૮) તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે.
(9) ૯) મોટા મોટા સ્તંભોમાં.(ઘેરાયેલા હશે)