109 - Al-Kaafiroon ()

|

(1) ૧) તમે કહી દો કે હે કાફિરો !

(2) ૨) જેની તમે ઈબાદત કરો છો હું તેમની ઈબાદત નથી કરી શકતો.

(3) ૩) અને ન તો તમે તેની ઈબાદત કરવાવાળા છો, જેની હું ઈબાદત કરી રહ્યો છું.

(4) ૪) અને ન હું તેમની ઈબાદત કરવાવાળો છું, જેમની તમે અને તમારા (પૂર્વજો) ઈબાદત કરે છે.

(5) ૫) અને ન તો તમે ઈબાદત કરવાવાળા છો, જેની ઈબાદત હું કરી રહ્યો છું.

(6) ૬) તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે.