(1) ૧) અહલે કિતાબ અને મુશરિક લોકો માંથી જેઓ કાફિર હતા, તેઓ (પોતાના કુફ્રથી) ત્યાં સુધી અળગા નહિ રહે, જ્યાં સુધી તેમની પાસે સ્પષ્ટ દલીલ ન આવી જાય.
(2) ૨) (અર્થાત) અલ્લાહ તરફથી એક રસૂલ, જે તેઓને પવિત્ર સહિફા પઢીને સંભળાવે છે.
(3) ૩) જેમાં સાચા અને ઠોસ આદેશો છે.
(4) ૪) અહલે કિતાબ પોતાની પાસે સ્પષ્ટ પુરાવા આવી ગયા પછી જ (વિવાદમાં પડી) જુદા જુદા થઇ ગયા.
(5) ૫) અને તેમને આદેશ તો એ જ આપવામાં આવ્યો હતો કે તેઓ અલ્લાહની ઈબાદત એવી રીતે કરે કે બંદગી તરફ એકત્રિત થઇ ફક્ત તેના માટે જ કરે, અને નમાઝને કાયમ કરે., તેમજ ઝકાત આપતા રહે. આ જ સાચો દીન છે.
(6) ૬) અહલે કિતાબ અને મુશરિક લોકો માંથી જે લોકોએ કુફ્ર કર્યું , તે સૌ જહન્નમની આગમાં જશે, જ્યાં તેઓ હંમેશા રહેશે. આ લોકો દરેક સર્જનીઓ માંથી દુષ્ટ સર્જન છે.
(7) ૭) જે લોકો ઇમાન લાવ્યા અને નેક અમલ કર્યા, આ જ લોકો શ્રેષ્ઠ સર્જન છે.
(8) ૮) તેમનો બદલો તેમના પાલનહાર પાસે હંમેશા રહેવાવાળી જન્નતો છે, જેની નીચે નહેરો વહી રહી છે. જેમાં તેઓ હંમેશા-હંમેશ રહેશે. અલ્લાહ તઆલા તેમનાથી ખુશ થયો અને તેઓ અલ્લાહથી ખુશ થયા. આ બધું તેના માટે છે, જે પોતાના પાલનહારથી ડરતો રહ્યો.